મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના વાઘોડિયા રોડ પર મોટો ભૂવો પડતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા પરિવાર ચાર

તસવીર: gstv

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા નજીક રોડ ધસી જતાં એક મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ આ સમસ્યા ઘણા લાંબા સમયથી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા તેનું કોઈ કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી. હાલમાં તંત્રએ માત્ર બેરિકેટ મૂકીને સંતોષ માની લીધો છે. આ ભૂવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ પર મોટું જોખમ ઊભું થયું છે અને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. સ્થાનિકોએ આ જોખમી ભૂવાનું તાત્કાલિક કાયમી સમારકામ કરવાની અને કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર ઇજારદાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો