Video: મોરવા હડફની પુષ્પદીપ હાઈસ્કૂલમાં ભવ્ય મહિલા સંમેલન યોજાયું: ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યાં

સંમેલનને સંબોધતા ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજ માટે જીવન સમર્પિત કર્યું હતું. મહિલાઓ શિક્ષિત થશે તો જ સમાજ અને ગામનો સાચો વિકાસ થશે તેમ જણાવી તેમણે શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ હરદીપસિંહ જાદવ, જગદીશ બારીઆ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેનાથી સમગ્ર વિસ્તારની બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત













