Video: વાવ-થરાદમાં ખેડૂતોનો અનોખો વિરોધ: 10 વર્ષથી કેનાલમાં પાણી નહીં, ખેતરમાં રામધૂન બોલાવી સરકારને જગાડી

સોર્સ: gstv

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામે છેલ્લા દસ વર્ષથી માઇનોર કેનાલમાં સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 300 એકરથી વધુ જમીન પિયતથી વંચિત હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. કેનાલમાં પાણીના બદલે માટીના થર જામતાં ખેડૂતોએ ખાલી ખેતરોમાં ધૂળ ઉડાડી રામધૂન બોલાવી સરકાર અને નર્મદા નિગમનું ધ્યાન દોરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો છતાં કેનાલની સફાઈ અને પાણીની વ્યવસ્થાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આ મામલે ખેડૂતોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પાણી છોડવા અને કેનાલની મરામત કરવાની માગ કરી છે. સાથે જ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત