વાવ-થરાદમાં માતાએ બે સંતાનો સાથે કેનાલમાં લગાવી છલાંગ, એક બાળકનો બચાવ

વાવ-થરાદમાં માતાએ બે સંતાનો સાથે કેનાલમાં લગાવી છલાંગ, એક બાળકનો બચાવ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ટડાવ ગામની એક મહિલાએ પોતાના બે માસૂમ બાળકો સાથે નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવતાં ચકચાર મચી છે. થરાદ દૂધ શીત કેન્દ્ર નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં મહિલાએ બે બાળકો સાથે છલાંગ લગાવી દીધી હતી.

2 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવતા મહિલાનું મોત

જાહેરાત

ઘટના નજરે પડતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની સમયસૂચકતાથી એક બાળકને હેમખેમ બચાવી લેવામાં આવ્યું હતું. જ્યારે કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

2 વર્ષની માસૂમ બાળકી કેનાલમાં ગરકાવ થયાની આશંકા

જો કે, સાથે રહેલી બે વર્ષની માસૂમ બાળકી કેનાલમાં ગરકાવ થઈ હોવાની આશંકાને પગલે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, મહિલાએ પોતાના બે નાના બાળકો સાથે આવું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ અકબંધ છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટી વ્યાપી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત