Video: ઉપલેટામાં જૂની ટાંકીના રીનોવેશન માટે ૬ થી ૧૫ ડિસેમ્બર પાણીકાપ, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

સોર્સ: gstv

ઉપલેટાના દરબારગઢ વિસ્તારમાં આવેલી ગોંડલ સ્ટેટ વખતની જૂની વોટર ટેંકના રીનોવેશન અને સફાઈ માટે છ ડિસેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન વોર્ડ નંબર છ સિવાયના અન્ય આઠ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ચીફ ઓફિસર ડૉકટર ઉદય નસીતે જણાવ્યું છે કે જૂની ટાંકીનું રીનોવેશન અત્યંત જરૂરી હોવાથી પાણીકાપ કરવો પડી રહ્યો છે. બીજી તરફ, વૈકલ્પિક વ્યવસ્થા વિના દસ દિવસના પાણીકાપથી લોકોને હાલાકી પડવાની શક્યતા સાથે છ ચૂંટાયેલા સદસ્યોએ ચીફ ઓફિસર, પ્રમુખ અને વોટર વર્કસ શાખાને લેખિત રજૂઆત કરી છે. સદસ્યોએ માંગ કરી છે કે પાણીકાપ દરમિયાન લોકોને પૂરતું અને વૈકલ્પિક પાણી મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવામાં આવે.

આ સમાચાર શેર કરો

જાહેરાત