Video: અમદાવાદ શહેર પોલીસમાં ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી, વિવિધ શાખાઓમાં મોટા ફેરફાર

બદલીઓ હેઠળ ખોખરાના પીઆઇ બી.પી. સાવલિયાને સાઇબર ક્રાઇમમાં મુકવામાં આવ્યા છે, જ્યારે નરોડાના સેકન્ડ પીઆઇ એસ.એ. કોટડિયાને ખોખરાની જવાબદારી સોંપાઈ છે. એસસી એસટી સેલ બેના પીઆઇ જે.કે. રાઠોડની કૃષ્ણનગર બદલી થઈ છે અને કૃષ્ણનગરના પીઆઇ વી.એચ. જોષીની એસઓજીમાં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના કે.કે. ડીંડોર અને કાલુપુરના પીઆઇ એચ.આર. વાઘેલાને ઈઓડબ્લ્યુમાં બદલી કરાઈ છે, જ્યારે ઈઓડબ્લ્યુના પીઆઇ ડી.બી. બસિયાને કાલુપુર મુકવામાં આવ્યા છે.
જાહેરાત














