Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Thief of Rs 11 lakh targets closed house in Chandkheda

VIDEO: ચાંદખેડામાં બંધ મકાનને નિશાન બનાવી ૧૧ લાખની ચોરી

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સમર્થ ડુપ્લેક્ષમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરેથી અંદાજે 11 લાખ રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીની પત્ની હોસ્પિટલમાં દાખલ હોવાથી પરિવારજનો ત્યાં રોકાયા હતા. સવારે ઘરે પરત ફરતા ચોરી થયાની જાણ થતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:ચોરીchandkhedaahmedabad