VIDEO: કપડવંજના તાલપોડા ગામની શાળામાં મધ્યાહ્ન ભોજન કૌભાંડ પકડાતા કલેક્ટરે કુકને ફરજમાંથી મુક્ત કર્યા
કપડવંજ તાલુકાના તાલપોડા ગામની પ્રાથમિક શાળાની કલેક

કપડવંજ તાલુકાના તાલપોડા ગામની પ્રાથમિક શાળાની કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ્થાનિકો અને વાલીઓ દ્વારા મધ્યાહ્ન ભોજન યોજનામાં મેનુ મુજબ પૌષ્ટિક કે ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાની ગંભીર રજૂઆતો કરાઈ હતી. આચાર્ય દ્વારા અગાઉ અનેકવાર સૂચનાઓ આપવા છતાં મેનુનું પાલન ન કરાતા અને ફરજમાં મોટી બેદરકારી સામે આવતા કલેક્ટરના કડક આદેશથી એમડીએમ સંચાલક કમ કુક રાઠોડ નેતલબેન અમિતકુમારને તાત્કાલિક અસરથી ફરજમાંથી એકતરફી મુક્ત કરવામાં આવ્યા છે. આ મામલે કપડવંજ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા સત્તાવાર હુકમ જારી કરીને લાલમડવા પ્રાથમિક શાળાના સંચાલકને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

