મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કપડવંજના દાસલવાડા રોડ પર ખાડા મામલે ગ્રામજનોએ પ્રશ્ન કર્યો તો અધિકારી ઉશ્કેરાયા

ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજમાંથી ખાસ અહેવાલ સામે આવ્

ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાસલવાડા રોડ પર ખાડા પુરાવાની કામગીરી દરમિયાન નાયબ કાર્યપાલક ઈજનેર કેતનભાઈ પરીખનો વાયરલ થયો છે. દીપાવલીના તહેવારો નજીક આવતા સાત વર્ષથી બિગડેલા આ રસ્તાની રિસર્ફેસિંગ માટે સરકારે 121 લાખ રૂપિયા ફાળવ્યા હોવા છતાં, ગ્રામજનોને માહિતી આપવાને બદલે અધિકારીએ પારો ગુમાવી દીધો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ વીડિયોમાં અધિકારીનો રુઆબ જોવા મળે છે

આ વીડિયોમાં અધિકારીનો રુઆબ જોવા મળે છે, જેમાં તેઓ ગ્રામજનોને ધમકી આપતા જણાય છે. ગ્રામજનોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકારી નિર્ણયોને અનુસરવાને બદલે જાતે કામ રોકવાનો અધિકાર કોણે આપ્યો? આ ઘટનાએ તાલુકામાં રોષ ફેલાવ્યો છે, અને ગ્રામજનોએ વહીવટી અધિકારીઓને ફરિયાદ કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.  

આ સમાચાર શેર કરો