Video: શક્તિપીઠ અંબાજી ખાતે મેગા ડિમોલિશન, શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

શક્તિપીઠ અંબાજી ખાતે મહત્વાકાંક્ષી 'શક્તિ કોરિડોર પ્રોજેક્ટ' અંતર્ગત વહીવટી તંત્રની હાજરીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ ગ્રામ પંચાયત હસ્તકની જગ્યા, રેવન્યુ સર્વે નંબર ૮ પૈકી એક અને સ્પોર્ટ્સ સંકુલ સહિત અન્ય દબાણો હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત, સર્વે નંબર ૨૦ અને ૧૨માં જતા માર્ગ પરના છૂટક દબાણો પણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો છે. અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ અંડરપાસની કામગીરીને વેગ આપવા આ પગલું ભરાયું છે, જ્યારે આગામી સમયમાં કૈલાશ ડાઇનિંગ હોલથી આપેશ્વર મહાદેવ સુધી નવીન વૈકલ્પિક માર્ગ પણ શરૂ કરવામાં આવશે.
જાહેરાત















