મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપ પેનલનો ભવ્ય વિજય, મહુવામાં અપક્ષ અને ઓલપાડમાં ભાજપની જીત!

સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે ક

તસવીર: gstv

સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 16 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો પર ભવ્ય જીત મેળવી બહુમતી હાંસલ કરી છે. જ્યારે એક બેઠક મહુવા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલના ફાળે ગઈ છે. કોંગ્રેસ એકપણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. સવારે 11 વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ સતત પરિણામો જાહેર થતાં ભાજપ સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સુમુલ ડેરી પર ભાજપનું પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે, જ્યારે ઓલપાડ બેઠક પર પણ ભાજપના ઉમેદવારે વિજય નોંધાવ્યો છે.

આ સમાચાર શેર કરો