Video: આગામી ફિલ્મના પ્રમોશન માટે કોલ્હાપુર જતી વખતે મુંબઈ એરપોર્ટ પર શ્રદ્ધા કપૂર જોવા મળી

સોર્સ: gstv

અભિનેત્રી શ્રદ્ધા કપૂર મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જ પાપારાઝી અને ચાહકોની ભીડ ઉમટી પડી હતી. તે પોતાની આગામી ફિલ્મ ઈથાના પ્રમોશનની શરૂઆત કરવા અને કોલ્હાપુર સ્થિત અંબાબાઈ માતાના આશીર્વાદ લેવા માટે ફ્લાઈટ દ્વારા રવાના થઈ હતી. એરપોર્ટ પર સિક્યુરિટી ચેકિંગ તરફ જતા પહેલા શ્રદ્ધાએ અત્યંત સહજતાથી ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું અને તેમની સાથે તસવીરો પણ પડાવી હતી. શ્રદ્ધા કપૂરના એરપોર્ટ લુક અને ચાહકો પ્રત્યેના આત્મીય વ્યવહારના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત