અમદાવાદમાં હાલ ઠંડી વધવાની શક્યતા નહીં, આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી

અમદાવાદ સહિત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીનો ખાસ ચમકારો જોવા મળી રહ્યો નથી. અમદાવાદમાં લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની દિશામાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. જેના કારણે હાલ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરવા માટે હજુ રાહ જોવી પડશે. આગામી દિવસોમાં પણ બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહી શકે છે. ઠંડીની રાહ જોઈ રહેલા લોકો માટે હાલના હવામાનમાં કોઈ ખાસ રાહતના સંકેત નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત