અમદાવાદમાં કોંગ્રેસની 'સંવિધાન રક્ષા માર્ચ', અમિત ચાવડાના સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર

અમદાવાદ: દેશમાં અઘોષિત કટોકટી જેવી સ્થિતિ હોવાનો આક્ષેપ કરી ગુજરાત કોંગ્રેસ દ્વારા સંવિધાન રક્ષા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્રની મોદી સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ચૂંટણી કમિશનર મોદી સરકારની કઠપૂતળીની જેમ કામ કરી રહ્યા છે અને દેશના નાગરિકોના મતદાનના અધિકારની ચોરી થઈ રહી છે. તેમણે કહ્યું કે દેશના સંવૈધાનિક અધિકારો ખતમ થઈ રહ્યા છે, જેને બચાવવા કોંગ્રેસ લડત ચલાવી રહી છે.

જાહેરાત

તેમણે વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધીએ દિલ્હીમાં પણ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે આંદોલન કર્યું હતું. હવે ગુજરાતમાં સંવિધાન રક્ષા માર્ચ યોજીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.દેશનું ભવિષ્ય અને બંધારણીય મૂલ્યો બચાવવાના ઉદ્દેશ સાથે કોંગ્રેસ દ્વારા પાલડીથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી માર્ચ યોજવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત