Video: ચોટીલા-રાજકોટ હાઈવે પર ઓડી કારની અડફેટે બેનાં મોત

સોર્સ: gstv

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આપાગીગાના ઓટલા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રસાદ લેવા જતા પરિવારને હાઈવે ક્રોસ કરતી વખતે પૂરપાટ આવતી ઓડી કારે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં અર્ચનાબેન અશ્વીનકુમાર જોષી (48) અને નયનાબેન વસંતકુમાર દીક્ષિત (70)નું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે વિકાસકુમાર વસંતલાલ દીક્ષિતને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ત્રણેય ખેડબ્રહ્મા, સાબરકાંઠાના રહેવાસી છે. માતા-દીકરીના કરુણ મોતથી પરિવારમાં શોક ફેલાયો છે, જ્યારે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાતા સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત