Video: રાજકોટ PCBની મોટી કાર્યવાહી

રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત સક્રિય છે, ત્યારે શહેર પીસીબીની ટીમને મોટી સફળતા મળી હતી . પોલીસે ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરતા વિજયસિંહ મોહનસિંહ વાઘેલા અને ઇમરાન હાસમભાઈ કાદરી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા . પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટનો એક કટ્ટો તેમજ ગુનામાં વપરાયેલી મહિન્દ્રા સ્કોર્પિયો કાર કબજે કરી હતી . આ કાર્યવાહીમાં પોલીસે કુલ ૧૨.૦૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી .
જાહેરાત















