VIDEO: પાટણ: પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી! રેલવે ગળનાળું પાણીમાં ગરકાવ
સોર્સ : gstv
પાટણ શહેરમાં પ્રથમ જ વરસાદે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. ભારે વરસાદ બાદ શહેરનું મુખ્ય રેલવે ગળનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવાનો મહત્વનો માર્ગ બંધ થતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નહોતી. તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગળનાળામાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ ઉઠી છે.

