Video: મોદીની સભામાં ખુરશીના બદલે ખાટલાની વ્યવસ્થા

બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે અનોખી બેઠક વ્યવસ્થા જોવા મળી રહી છે. સભામાં આવનારા ખેડૂતો માટે ખુરશીઓના બદલે ખાટલાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ખાટલો પરંપરાગત જીવનશૈલીનો ભાગ રહ્યો છે, ત્યારે આ પરંપરાને સભાની બેઠક વ્યવસ્થામાં સ્થાન આપવામાં આવ્યું છે. ખેડૂતો ખાટલા પર બેસીને સભામાં ભાગ લેશે, જેના કારણે કાર્યક્રમમાં સ્થાનિક સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરશે. સાથે જ બનાસ ડેરીના અત્યાધુનિક ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ પણ કરવામાં આવશે. કાર્યક્રમ પહેલાં જ ખાટલાની આ અનોખી બેઠક વ્યવસ્થા ચર્ચાનું કેન્દ્ર બની છે.







