Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Patan: MLA Kirit Patel's attack on pre-monsoon operations, questions against Chief Officer's performance

VIDEO: પાટણ: પ્રિમોન્સૂન કામગીરી પર ધારાસભ્ય કિરીટ પટેલના આકરા પ્રહાર, ચીફ ઓફિસરની કામગીરી સામે સવાલ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણમાં પ્રથમ વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહેતા ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચીફ ઓફિસર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે લાખો રૂપિયાનો ખર્ચ છતાં સામાન્ય વરસાદમાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે ચીફ ઓફિસર કામ કરતાં વધુ શોબાજી અને ફોટા પડાવવામાં વ્યસ્ત રહે છે. તેમણે કહ્યું કે સારું કામ થશે તો અભિનંદન પણ આપવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા પણ ચીફ ઓફિસરની કામગીરી અંગે નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.

App Store