Video: સુપ્રસિદ્ધ કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોક, મહાનુભાવોએ વ્યક્ત કરી લાગણી

સુપ્રસિદ્ધ કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના અંતિમ દર્શન માટે પદ્મશ્રી તુષાર શુક્લ, પૂર્વ આઈએએસ અધિકારી અને લેખક ભાગ્યેશ ઝા તેમજ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સહિતના મહાનુભાવો પહોંચ્યા હતા. કવિ તુષાર શુક્લએ ભાવુક થતાં જણાવ્યું હતું કે રાજેન્દ્ર શુક્લના નિધનથી કવિ જગતને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. જ્યારે ભાગ્યેશ ઝાએ ભાવુક સ્વરે કહ્યું કે આજે મેં મારા ગુરુ ગુમાવ્યા છે અને તેમની પાસેથી જ ઘણું ભણવાનું તથા શીખવાનું મળ્યું છે. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ પણ ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે રાજેન્દ્ર શુક્લના પાંચ ગ્રંથો ખૂબ મહત્ત્વના હતા, જે તેમના એક મિત્રએ પ્રકાશિત કરાવ્યા હતા.
જાહેરાત













