Video: જેતપુરમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: આડા સંબંધોની અદાવતમાં સગી ભત્રીજીઓએ જ કરી ફોઈની ક્રૂર હત્યા કરી

સોર્સ: gstv

11 નવેમ્બરના રોજ જેતપુરના નવાગઢ રોડ પરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ કેસને ઉકેલવા માટે પોલીસે 90 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મૃતક મહિલાને તેના ભાઈના દીકરા સાથે આડા સંબંધો હોવાથી ભત્રીજીઓને આ બાબતે રંજ હતો. આ અદાવત રાખીને આરોપીઓએ પહેલા મહિલાને સોડામાં ઝેરી દવા પીવડાવી હતી અને બાદમાં ચુંદડીથી ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલી બે ભત્રીજીઓ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલી રિક્ષા અને ઝેરી દવાની બોટલ જપ્ત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત