Video: માળીયાહાટીનામાં દીપડાના હુમલાથી ફફડાટ

સોર્સ: gstv

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે, જ્યાં વાંદરવડ ગામે એક ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગત રાત્રિના સમયે ગામના વાડી વિસ્તારમાં શૌચક્રિયા માટે ગયેલા આ યુવાન પર અચાનક દીપડાએ તરાપ મારી હતી. દીપડાના હુમલામાં યુવાનને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો અને ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાડી વિસ્તારમાં દીપડાના હુમલાના બનાવથી વાંદરવડ સહિત આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલ દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડવા માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરા મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત