Video: નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં લાખો દીવાઓની દિવ્ય રોશની સાથે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી

નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીના પાવન પર્વની અત્યંત ભક્તિભાવપૂર્વક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ અવસરે સમગ્ર મંદિર પરિસરમાં લાખો દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જેના કારણે આખું મંદિર દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. સાથોસાથ ફટાકડાની ભવ્ય આતશબાજીથી આકાશ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. લાખો દીવાઓના આ અલૌકિક દર્શન અને મંદિરની ભવ્ય સજાવટ નિહાળવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. 'જય મહારાજ'ના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.
જાહેરાત















