Video: ભરૂચ GNFC ટાઉનશીપમાં પાંચ દિવસથી આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો

સોર્સ: gstv

ભરૂચની GNFC ટાઉનશીપમાં દીપડો ઘૂસી આવતાં છેલ્લા પાંચ દિવસથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળતો હતો. ટાઉનશીપના સ્ટ્રીટ નંબર 9, 14 અને 24માં દીપડો લટાર મારતો હોવાના CCTV દૃશ્યો સામે આવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દીપડાની હાજરીને પગલે વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગની ટીમ સતત કવાયત કરી રહી હતી. આખરે પાંચ દિવસની મહેનત બાદ દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પકડાઈ જતાં ટાઉનશીપના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત