Video: ભરૂચમાં ગુરુનાનક દેવજીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી, ચાદર સાહિબ ગુરુદ્વારા ખાતે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

વર્ષો પહેલાં ગુરુવાણીના પ્રચાર અર્થે ભરૂચ પધારેલા ગુરુનાનક દેવજીએ ચાદર પર બિરાજીને નર્મદા નદી પાર કરી હતી. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં કસક ખાતે ચાદર સાહિબ ગુરુદ્વારાનું નિર્માણ થયું છે. ગુરુનાનક જયંતી નિમિત્તે અહીં ગુરુબાની, પ્રાર્થના અને લંગર પ્રસાદની સાથે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શીખ પરિવારો જોડાયા હતા.
જાહેરાત













