Video: ભરૂચમાં સ્પાની આડમાં દેહવ્યાપાર પર પોલીસનો દરોડો મહિલા મેનેજર ઝડપાઈ માલિક ફરાર

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત આંબેડકર શોપિંગ સેન્ટરમાં P.P. SPA HEALTH AND CARE THERAPY ની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો. ડમી ગ્રાહકને આપેલી 500ના દરની છ નોટ એટલે કે કુલ . 3,000 કાઉન્ટર પરથી મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કરી મહિલા મેનેજરની ધરપકડ કરી હતી. રૂમોની તપાસ દરમિયાન એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે એક યુવતી અને અન્ય રૂમમાંથી વધુ એક યુવતી મળી આવી હતી. દસ્તાવેજોની તપાસમાં સ્પાના માલિક તરીકે અફ્રોઝ મહંમદ શેખનું નામ સામે આવ્યું હતું , જે આર્થિક લાભ માટે દેહવ્યાપાર ચલાવતો હોવાનું ખુલ્યું હતું . હાલ પોલીસે ફરાર માલિક અફ્રોઝને ઝડપી પાડવા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
જાહેરાત














