Video: ભરૂચ: વાગરાના પીપલિયા પાસે બે બાઇકને અડફેટે લઈ કન્ટેનર પલટ્યું, મહિલાનું મોત અને 3 ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપલિયા ગામ નજીક બે બાઇકને અડફેટે લઈ કન્ટેનર પલટી જતાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વાગરાથી દહેજ તરફ જઈ રહેલા કન્ટેનરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન બેકાબૂ બની પલટી મારી ગયું હતું અને બાઇકોને અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કન્ટેનર નીચે દબાઈ જતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ વાગરા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
જાહેરાત












