મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચ: જંબુસરમાં શિક્ષકની ડૉક્ટર દીકરીના ગુમ કેસમાં નકલી મેરેજ સર્ટિફિકેટનોખુલાસો

ભરૂચના જંબુસરમાં શિક્ષકની BHMS ડૉક્ટર દીકરી ચાર મહિનાથી

તસવીર: gstv

ભરૂચના જંબુસરમાં શિક્ષકની BHMS ડૉક્ટર દીકરી ચાર મહિનાથી લાપતા થતાં લવ જેહાદનો આરોપ સામે આવ્યો છે. ઘરેથી દાગીના સાથે ગાયબ થયેલી દીકરીએ અચાનક મેસેજ કરીને ફૈઝલ દીવાન સાથે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ કરતા વડોદરાના કુબેર ભવનના નામે બનેલું લગ્નનું સર્ટિફિકેટ સામે આવ્યું હતું. જોકે, કુબેર ભવન લગ્ન નોંધણી કચેરીએ તપાસ કરતા આ સર્ટિફિકેટ પરના સરકારી સિક્કા અને સહી તદ્દન બનાવટી હોવાનું ખુલે સરકારી તંત્રે તેને નકલી જાહેર કર્યું છે. પોલીસ તપાસ ભટકાવવાના આ પ્રયાસ સામે ફૈઝલના મામા ફિરોઝ દીવાન સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. પરિવારજનોએ મુખ્ય આરોપી ફૈઝલ અને અન્ય મદદગારો સામે કડક કલમો ઉમેરી પોતાની ગુમ દીકરીને વહેલી તકે શોધી આપવા માંગ કરી છે.

આ સમાચાર શેર કરો