VIDEO: ભરૂચ: ટ્રેનમાં મોબાઈલ ઝૂંટવાના પ્રયાસમાં મુસાફરનું મોત, બે આરોપી ઝડપાયા
ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં મુસાફરી દરમિયાન મોબાઈલ ઝૂંટવાના પ્રયાસનો મામલો સુરત

ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં મુસાફરી દરમિયાન મોબાઈલ ઝૂંટવાના પ્રયાસનો મામલો સુરત રેલવે એલસીબી ટીમે ઉકેલ્યો છે. ૪ ઓગસ્ટે પાનોલી સ્ટેશન નજીક જયપુર-બાંદ્રા ટ્રેનમાં અશોક ગુર્જરનો મોબાઈલ ઝૂંટવાનો પ્રયાસ થતાં તેઓ ટ્રેન નીચે આવી જતાં મૃત્યુ પામ્યા હતા. ભરૂચ રેલવે પોલીસે બીએનએસની કલમ ૧૦૫ હેઠળ ગુનો નોંધ્યો હતો. સીસીટીવી અને ઇન્ટેલિજન્સ આધારે મુખ્ય આરોપી ઈશ્વર અને સહઆરોપી રાકેશ વસાવાની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ અન્ય છ મોબાઈલ ચોરીની કબૂલાત કરી છે. પોલીસે તેમને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે.




