VIDEO:ભરૂચ: જંબુસર બાયપાસ પર કોંગ્રેસનો ચક્કાજામ
સોર્સ : GSTV
ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતે શહેરના બિસ્માર માર્ગો, અસહ્ય ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવા મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર ધરણા અને ચક્કાજામ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.જેને પગલે પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક આર.સી.સી. રોડ અને પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

