મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચ: લીમડી ગામ પાસે ઊંડા કાંસમાં નહાવા પડેલા ૨ યુવાનો ડૂબી જતાં મોત

ભરૂચના વાગરામાં લીમડી-અંભેલ માર્ગ પર આવેલા ઊંડા કાંસમાં નાહવા પડેલા બે યુવકો

તસવીર: gstv

ભરૂચના વાગરામાં લીમડી-અંભેલ માર્ગ પર આવેલા ઊંડા કાંસમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. પાંચ મિત્રોમાંથી ત્રણ યુવકો પાણીમાં ગરકાવ થવા લાગતાં બહાર બેઠેલા મિત્રોએ એકને બચાવી લીધો હતો, જ્યારે ૨૧ વર્ષીય મહંમદ ગર્ગર અને ૨૦ વર્ષીય તબરેજ પટેલ ઊંડા પાણીમાં લાપતા થયા હતા. તંત્રની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ કલાકોની જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો