મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચ: જંબુસરના ખેડૂતો રખડતી ગાયોના ત્રાસથી પરેશાન, નગરપાલિકાને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી

ભરૂચના જંબુસર

તસવીર: gstv

ભરૂચના જંબુસર નગરના ખેડૂતોએ રખડતી ગાયોના ત્રાસથી ત્રસ્ત થઈને નગરપાલિકા સામે મોરચો ખોલ્યો છે. ખેડૂતોની આસપાસ આવેલી ખેતીની જમીનોમાં રખડતી ગાયો દ્વારા મહામૂલો પાક નષ્ટ કરવામાં આવી રહ્યો છે, જેના વિરોધમાં ખેડૂતો અને ગૌરક્ષકોએ પાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર આપવા પહોંચેલા ખેડૂતોને ચીફ ઓફિસર ગેરહાજર મળ્યા હતા, કારણ કે તેઓ કંબોઇ દર્શન કરવા ગયા હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. આથી નારાજ ખેડૂતોએ નાછૂટકે કર્મચારી લગધીરભાઈ જાંબુને આવેદનપત્ર આપી સંતોષ માનવો પડ્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં રખડતા ઢોરોને પકડીને ડબ્બે પૂરવામાં નહીં આવે અને પશુમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.

આ સમાચાર શેર કરો