મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમરેલીના દુધાળામાં ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે આવતીકાલે દેશના કે

તસવીર: gstv

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે આવતીકાલે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય આગમન થશે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના નિવાસસ્થાન 'હેતની હવેલી' ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામેલા ઐતિહાસિક 'ગુજરાત ગૌરવ સરોવર'નું વિધિવત લોકાર્પણ કરશે. ગૃહમંત્રીના આ પ્રવાસને પગલે વહીવટી તંત્ર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તડામાર તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે, જ્યારે સુરક્ષાના ભાગરૂપે હેલિકોપ્ટરનું રિહર્સલ પણ હાથ ધરવામાં આવ્યું હતું. હરિકૃષ્ણ ગ્રુપમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

આ સમાચાર શેર કરો