Video: પ્રેમાનંદસ્વામીના ગ્રંથો નામના પુસ્તકમાં કથિત અપમાનજનક શબ્દપ્રયોગ સામે રાવળદેવ સમાજમાં ભારે રોષ, આંદોલનની ચીમકી

મહેસાણામાં પ્રેમાનંદસ્વામીના ગ્રંથો નામના પુસ્તકમાં કથિત અપમાનજનક શબ્દપ્રયોગ સામે રાવળદેવ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્રસ્ટના આક્ષેપ મુજબ, કુંડળ અને કારેલીબાગ મંદિર સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશિત પુસ્તકની 2 હજાર 10ની આવૃત્તિના પાના નંબર 115 પર સમાજ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનું ઓનલાઈન પણ પ્રસારણ થઈ રહ્યું છે. આ શબ્દપ્રયોગથી શિવભક્ત રાવળ યોગી સમાજ અને સનાતન ધર્મની લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમાજે ડિજિટલ લખાણ દૂર કરવા અને જાહેરમાં લેખિત માફી માંગે તેવી માગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જાહેરાત














