Video: સોનિયા ગાંધીના પુસ્તકમાં સાવરકરનું અપમાન! શિવસેના ભડકી, પાના ફાડી કર્યો વિરોધ

સોર્સ: gstv

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તકને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પુસ્તકમાં વીર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે શિવસેનાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને પુસ્તકના પાના ફાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. મુંબઈ ખાતે શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય નિરુપમ અને રાષ્ટ્રીય સચિવ શાઈના એનસીએ સંયુક્ત રીતે નિવેદન આપીને પુસ્તકના અમુક અંશો સામે સખત વાંધો ઉઠાવ્યો છે. શિવસેનાના આ નેતાઓએ પ્રકાશક હાર્પર કોલિન્સ સમક્ષ માંગ કરી છે કે પુસ્તકમાંથી પેજ નંબર 201 અને 443 તાત્કાલિક હટાવી દેવામાં આવે. સંજય નિરુપમે જણાવ્યું હતું કે, વીર સાવરકરના મુદ્દે અગાઉ પણ મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો. તે સમયે સંસદમાં વિરોધ થયો હતો અને તેની અસર મુંબઈ સુધી પહોંચી હતી. બાળાસાહેબ ઠાકરેના હૃદયમાં સાવરકર પ્રત્યે અપાર સન્માન હતું. શિવાજી પાર્કમાં આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન બાળાસાહેબ ઠાકરેએ મણિશંકર ઐયરના પૂતળા પર ચપ્પલ માર્યા હતા. આજે જે લોકો પોતાને બાળાસાહેબ ઠાકરેના વારસદાર ગણાવે છે, તેઓ આ મુદ્દે ચૂપ કેમ છે?

આ સમાચાર શેર કરો

જાહેરાત