'પુસ્તકનું નામ Belonging of Jihad હોવું જોઈએ', મહારાષ્ટ્રમાં સોનિયા ગાંધીના પુસ્તક પર મુકાશે પ્રતિબંધ? શિંદે જૂથના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખોલ્યો મોરચો

'પુસ્તકનું નામ Belonging of Jihad હોવું જોઈએ', મહારાષ્ટ્રમાં સોનિયા ગાંધીના પુસ્તક પર મુકાશે પ્રતિબંધ? શિંદે જૂથના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખોલ્યો મોરચો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તકને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથે આ પુસ્તકમાં વીર સાવરકર અને બાળાસાહેબ ઠાકરેના અપમાનનો આરોપ લગાવીને મહારાષ્ટ્રમાં આ પુસ્તક પર તાત્કાલિક પ્રતિબંધ (બેન) મૂકવાની માંગ કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

જાહેરાત

શિવસેના શિંદે જૂથના નેતાઓએ એક પત્રકાર પરિષદ યોજીને સોનિયા ગાંધીના પુસ્તક 'ધ બિલોંગિંગ' (The Belonging) ના લખાણ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. શિંદે જૂથનો આરોપ છે કે પુસ્તકમાં વીર સાવરકરે અંગ્રેજોની માફી માંગી હોવાનો ઉલ્લેખ કરીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નેતાઓએ પુસ્તકના પેજ નંબર 201 પર લખાયેલી બાબતો સામે પણ આકરો વિરોધ નોંધાવ્યો છે અને તેને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે તેમજ સમગ્ર મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે.

શિંદે જૂથના આકરા પ્રહારો

શિવસેના શિંદે જૂથના નેતાઓએ આ મામલે સોનિયા ગાંધીની સાથે-સાથે ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, આ પુસ્તકનું નામ 'Belonging of Jihad' હોવું જોઈએ. આ સાથે જ રાજ્ય સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે મહારાષ્ટ્રની અસ્મિતા અને મહાપુરુષોનું અપમાન કરતા આ પુસ્તકના વેચાણ અને પ્રસાર પર રાજ્યમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે.

આ સમાચાર શેર કરો

જાહેરાત