Video: રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સુરત RTOનો ટ્રેક ચાલુ

સોર્સ: gstv

હાલમાં સુરત RTO ખાતે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને માટે અંદાજે ૪૦ થી ૫૦ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું હોવાથી અરજદારોને રાહત આપવા રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.આગામી ૨૨ અને ૨૪ તારીખે રજાના દિવસે ટેસ્ટ લેવાનું આયોજન કરાયું છે અને જરૂર પડ્યે આગામી રવિવારે પણ ટ્રેક કાર્યરત રાખવામાં આવશે.જે અરજદારોએ અગાઉ એપોઇન્ટમેન્ટ લીધી હોય તેમણે જૂની એપોઇન્ટમેન્ટ રદ કરી નવી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે...સાથોસાથ ટૂંક સમયમાં નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થવાની તૈયારી ચાલી રહી છે, જેનાથી ભવિષ્યમાં વેઇટિંગ પિરિયડમાં મોટો ઘટાડો થવાની આશા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત