Video: નારીચાણામાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહીમાં ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે સાદી રેતીના ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહની માહિતીના આધારે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. અધિકારી જે એસ વાઢેરના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઇન્દ્રસિંહ જાડેજા અને માઇન્સ સુપરવાઇઝર વિનય ડોડિયા સહિતની ટીમે સ્થળ પરથી વોશ પ્લાન્ટ, ત્રણ ટ્રેક્ટર અને એક JCB કબજે લઈ કુલ ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ત્રણ શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ્રાંગધ્રા પંથકમાં ખનીજ ચોરી અટકાવવા આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સઘન તપાસ ચાલુ રાખવાની માગ ઊઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત