Video: ગેરકાયદે ચાલતી નોનવેજની દુકાનો બંધ કરાવાતા હોબાળો

મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં ગેરકાયદે ચાલતી નોનવેજની દુકાનો બંધ કરાવવા પહોંચેલી મહાનગરપાલિકાની ટીમ સામે હોબાળો થયો હતો. સ્થાનિક દુકાનદારોએ વિરોધ નોંધાવતા એક તબક્કે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. શક્તિ ચોક પાસે આવેલા એક મંદિર નજીકથી નોનવેજના ટુકડા મળી આવ્યા હતા. આ ઘટના બાદ હિંદુ સંગઠનો દ્વારા ગેરકાયદે ચાલતી દુકાનોને બંધ કરાવવા માટે મહાનગરપાલિકાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તેના પગલે આજે મનપાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શક્તિ ચોકમાં દુકાનો સીલ કરવા માટે પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન સ્થાનિક દુકાનદારો અને લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો પોતાની રજૂઆત લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈને શક્તિ ચોક અને આસપાસના વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
જાહેરાત











