Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : The claim of the leaders of the relentless attitude in raising the questions of the people in the Gujarat Legislative Assembly!

ગુજરાત વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં નેતાઓનું નિરસ વલણનો દાવો!

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત વિધાનસભામાં  પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં નેતાઓનું નિરસ વલણનો દાવો!
સોર્સ : gstv

15મી ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર એટલે કે માત્ર ત્રણ દિવસનું ચોમાસુ સત્ર સંપન્ન થયું છે. ત્રણ દિવસના સત્ર દરમિયાન 18 કલાક અને 32 મિનિટ સુધી કામગીરી કરાઈ હતી. 182માંથી માત્ર 52 ધારાસભ્યો દ્વારા જુદી-જુદી ચર્ચામાં ભાગ લેવામાં આવ્યો હતો. કુલ 7 સરકારી વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર થયા હતા.

App Store

ડિસેમ્બર 2022થી સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ 106 દિવસ વિધાનસભા સત્રની બેઠક મળી છે. આ સ્થિતિએ દર વર્ષે સરેરાશ 21 દિવસ વિધાનસભાની બેઠક મળે છે. વર્ષ દરમિયાન સરેરાશ સૌથી વધુ વિધાનસભા બેઠક મળતી હોય તેવા રાજ્યોમાં ગુજરાત ટોચના 15 રાજ્યોમાં પણ સામેલ નથી. વર્ષમાં સરેરાશ સૌથી વધુ દિવસ બેઠક મળતી હોય તેવા રાજ્યોમાં કેરલમ 44 દિવસ સાથે મોખરે, ઓડિશા 40 દિવસ સાથે બીજા અને પશ્ચિમ બંગાળ-કર્ણાટક 34 દિવસ સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે.

20260913-270947-1789237455.jpeg
 

દેશના પૂર્વ જસ્ટિસ એમએન વેંકટચલૈયાના વડપણ હેઠળના બંધારણ સમીક્ષા આયોગે વર્ષ 2002માં આપેલા રિપોર્ટમાં એવી ભલામણ કરી હતી કે નાના રાજ્યોમાં વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસ અને મોટા રાજ્યોમાં 90 દિવસ બેઠક થવી જોઈએ. આ જ રીતે રાજ્યસભામાં વર્ષમાં ઓછામાં ઓછા 100 અને લોકસભામાં ઓછામાં ઓછી 120 બેઠકની ભલામણ કરાઈ હતી.

20260913-270947-1789237455 (1).jpeg
 


જાણકારોના મતે રાજનૈતિક ઈચ્છાશક્તિનો અભાવ અને સરકારને સવાલોથી બચવું તે ઓછી બેઠક માટેનું મુખ્ય કારણ છે. સત્તાપક્ષ પાસે બહુમતીથી વધારે બેઠક હોવાથી તેમના ધારાસભ્યોને બિલ માટે ઓછો રસ હોય છે અને તેઓ જનતાના પ્રશ્નને રજૂ કરવામાં ખાસ રસ પણ ધરાવતા હોતા નથી.

20260913-270947-1789237455 (2).jpeg
 

ચોમાસુ સત્રની હાઈલાઈટ્સ

•3 દિવસના સત્રમાં 18 કલાક 32 મિનિટની કામગીરી.
•કુલ બાવન ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો.
•કુલ 7 સરકારી વિધેયક પસાર થયા.
•કુલ 135 તારાંકિત પ્રશ્નો રજૂ થયા, જે પૈકી 29 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા કરાઈ.
•કુલ 152 અતારાંકિત પ્રશ્નો મળ્યા, 88 અતારાંકિત પ્રશ્નો મેજ પર મૂકાયા.
•વિવિધ સમિતિના પાંચ અહેવાલ ગૃહમાં રજૂ થયા.

ટોપિક્સ:GSTV NewsGujarati News