Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : People's tax smoke! Despite 60 machines, AMC will buy 14 more machines!

VIDEO: પ્રજાના ટેક્સનો ધુમાડો! 60 મશીન હોવા છતાં AMC ખરીદશે વધુ 14 મશીનો!

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર દેખાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર નવી યોજનાઓ બનાવવામાં આવે છે. તેના જ ભાગરૂપે હવે શહેરના રસ્તાઓ પરની ધૂળ દૂર કરવા તેમજ ડિવાઈડરની રેલિંગ સાફ કરવા માટે રૂ. 20 કરોડના ખર્ચે વધુ 14 સ્પેશિયલ વાહનો ખરીદવાનો નિર્ણય લેવાયો છે. સોમવારે મળેલી હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિની બેઠકમાં આ માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ કાફલામાં 10 ટ્રક માઉન્ટેડ રોડ વેક્યુમ મશીન અને 4 ગાર્ડ રેલ વોશિંગ મશીનનો સમાવેશ થાય છે.

App Store

રેલિંગ સફાઈ માટે 4 ગાર્ડ રેલ વોશિંગ મશીન પાછળ 9.77 કરોડનો ખર્ચ

અત્યાર સુધી અમદાવાદમાં BRTS અને મેટ્રો રૂટ સહિતના રસ્તાઓના ડિવાઈડર પર આવેલી રેલિંગને હાથથી અથવા તો ન્યુસન્સ ટેન્કરની મદદથી ધોવામાં આવતી હતી. જોકે, હવે આ કામગીરીને વધુ આધુનિક બનાવવા માટે ગાર્ડ રેલ વોશિંગ મશીન ખરીદવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 'સિટી લાઈફલાઈન ટ્રાવેલ્સ' નામની એજન્સી પાસેથી રૂ. 9.77 કરોડના ખર્ચે 4 મશીનો ખરીદવામાં આવશે. આ સાથે જ કંપનીને આગામી 5 વર્ષ સુધી તેના સંચાલનની જવાબદારી પણ સોંપાશે. જેના બદલામાં કોન્ટ્રાક્ટરને દરરોજ મશીન દીઠ રૂ. 18,000નું ચૂકવણું કરવામાં આવશે.

ધૂળ સાફ કરવા વધુ 10 વેક્યુમ સ્વીપિંગ મશીનની ખરીદી

રસ્તાઓ પર જમા થતી ધૂળને સાફ કરવા માટે વધુ 10 ટ્રક માઉન્ટેડ રોડ વેક્યુમ સ્વીપિંગ મશીન ખરીદવાની મંજૂરી પણ કમિટિ દ્વારા આપવામાં આવી છે. આ ખરીદી રૂ. 10.26 કરોડના ખર્ચે કરાશે, જેમાં 5 મશીનો 'પરમનન્ટ સોલ્યુશન સર્વિસ' અને બાકીના 5 મશીનો 'અર્થકેર મેનેજમેન્ટ' પાસેથી લેવાશે. આ બંને એજન્સીઓને પણ 5 વર્ષ માટે ઓપરેશનની કામગીરી સોંપાશે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રોજ મશીન દીઠ રૂ. 13,000 ચૂકવશે.

હેવી મશીનરીનો કાફલો હોવા છતાં વર્ષે 70,000 ફરિયાદો!

નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પહેલાથી જ 60થી વધુ જુદા જુદા પ્રકારના સ્વીપિંગ મશીનો ઉપલબ્ધ છે. સ્વચ્છતાના નામે તંત્ર દ્વારા કરોડો રૂપિયાની હેવી મશીનરી ભેગી કરી દેવામાં આવી છે, છતાં વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ મોટો સુધારો જોવા મળતો નથી. શહેરમાં ગંદકી અને સફાઈને લગતી વર્ષે આશરે 70,000 જેટલી ફરિયાદો નોંધાય છે, જે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે.

કામમાં બેદરકારી દાખવનાર વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘ બ્લેકલિસ્ટ

બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેદરકાર એજન્સીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઓઢવ ખાતે આવેલા સ્મશાનગૃહમાં લાકડા પૂરા પાડવાની મહત્ત્વપૂર્ણ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ 'વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘ'ને બ્લેકલિસ્ટ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News