Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Isanpur, Ahmedabad, the new iconic road was dug again due to lack of planning

VIDEO: અમદાવાદના ઇસનપુરમાં આયોજનના અભાવે નવો આઇકોનિક રોડ ફરી ખોદાયો, તંત્રએ પ્રજાના પૈસાનો કર્યો વેડફાટ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ઇસનપુરમાં નવા બનેલા આઇકોનિક રોડમાં તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.  જ્યારે નવો રોડ બની રહ્યો હતો ત્યારે તંત્ર અંડરગ્રાઉન્ડ વરસાદી પાણીની લાઇન નાખવાનું જ ભૂલી ગયો હતો. વરસાદી પાણીની લાઈન ન હોવાથી ભગવાનનગરમાં પાણી ભરાયાની ફરિયાદ પણ ઉઠી હતી. જે બાદ કોર્પોરેશને મોડે મોડે બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ હવે આ આઇકોનિક રોડ તોડીને સ્ટોર્મ વોટર લાઈન નાખી છે. જો રોડના ડિઝાઇન સમયે જ આ વિશે ધ્યાન રખાયું હોત તો આ રીતે પ્રજાના પૈસાનો ધૂમાડો ન થયો હોત.  

App Store