Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Financial assistance to traders in Surat and Ahmedabad affected by heavy rains

VIDEO: ભારે વરસાદના અસરગ્રસ્ત સુરત જેમ અમદાવાદના વેપારીઓને આર્થિક સહાય

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત-અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ બાદ આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટમાં ભારે વરસાદ અને તે બાદની સ્થિતિ પર ચર્ચા થઈ હતી...કેબિનેટ બેઠકમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીના સર્વે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નુકસાનીનો પ્રાથમિક અંદાજ વહેલી તકે મેળવવા સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી છે.ભારે વરસાદથી અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે. આ માટે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે, આ નિર્ણય માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યમાં જ્યાં જ્યાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે ત્યાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

App Store