Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Millions of crores of rupees of people's taxes washed away in Sevalia: Government equipment and vehicles rot

VIDEO: સેવાલિયામાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ધૂળધાણી: સરકારી સાધનો અને વાહનો સડી ગયા

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના સેવાલિયા સ્થિત માર્ગ અને મકાન (R&B) વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રજાના ટેક્સના પૈસામાંથી ખરીદાયેલા કરોડો રૂપિયાના સરકારી વાહનો અને સાધનો RTO પાસિંગ વગર ખૂણામાં સડી રહ્યા છે. ૫૪ લાખનું પેવર મશીન, ૨૮ લાખના વોટર ટેન્કર અને ૩૦ લાખના ટીપર ઉપયોગ વગર પડ્યા રહ્યા છે. પોતાની ભૂલ ઢાંકવા અધિકારીઓએ પેવર મશીનને કાળા કાપડથી ઢાંકી દીધું છે. આ ઉપરાંત, ૧૫ વર્ષ જૂના ૧૫ ડમ્પરોની હરાજી ન કરાતા સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓ ચોમાસા અને RTOના બહાના હેઠળ પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યા છે. સ્થાનિકોએ સેવાલિયા R&B વિભાગની ક્વોરી અને માઈન્સમાં ચાલતા મેટલ પુરવઠાના કામમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી કડક ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

App Store