VIDEO: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ
સોર્સ : gstv
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા હોય તેવું દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગની નાઉકાસ્ટ હેઠળની લેટેસ્ટ આગાહી હેઠળ આજે સવારે સાત વાગ્યાથી દસ વાગ્યાના ત્રણ કલાકના ગાળામાં 4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ક્યાં ક્યાં રેડ એલર્ટ
હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી અનુસાર ભાવનગર, ભરુચ, નર્મદા અને સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ
જ્યારે અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકી અન્ય ગુજરાતમાં પણ હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

