Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ambiguity over the cost of crores of Ahmedabad Shopping Festival: Abuse of public money and time?

VIDEO: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના કરોડોના ખર્ચ પર અસ્પષ્ટતા: પ્રજાના નાણાં અને સમયનો દુરુપયોગ?

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભૂતકાળમાં પણ આ ફેસ્ટિવલ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે યોજાનારા આયોજનમાં કેટલો ખર્ચ થશે તે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલ ભાજપના સત્તાધીશો સમક્ષ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન અને તેના ખર્ચનું પ્રેઝન્ટેશન રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ, આ પ્રકારના ભવ્ય કાર્યક્રમોના કારણે અધિકારીઓ સતત બેઠકોમાં વ્યસ્ત રહેતા હોવાથી સામાન્ય જનતાના પ્રાથમિક કામો અટકી પડે છે. પ્રજાના નાણાં અને સમયના ભોગે આવા ખર્ચાળ કાર્યક્રમો યોજવા કેટલા યોગ્ય છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

App Store