Video: ‘જય ગિરનારી’ના નાદથી ગુંજ્યું ગીરનારનું જંગલ: અન્નક્ષેત્રોની સેવાથી શ્રદ્ધાળુઓ સંતુષ્ટ

સોર્સ: gstv

ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં પ્રથમવાર આવતા યુવાનો હોય કે દાયકાઓથી નિયમિત આવતા વડીલો, દરેકના ચહેરા પર થાક નહીં પરંતુ અદમ્ય ઉત્સાહ અને ભક્તિભાવ છલકાય છે. ઘણા યાત્રાળુઓ પોતાની સાથે રાશન-પાણી લઈને જાતે ભોજન બનાવે છે, તો ઘણા પરિવારો વનરાજીના શાંત વાતાવરણમાં પરંપરાગત ભોજનનો આનંદ માણે છે. ભજન અને ‘જય ગિરનારી’ના નાદથી સમગ્ર જંગલ ગુંજી ઉઠ્યું છે. રાજકોટ, પડધરી અને ભાવનગર આસપાસના શ્રદ્ધાળુઓ અન્નક્ષેત્રો તથા સેવાભાવી સંસ્થાઓની ભોજન-પાણી વ્યવસ્થાથી સંતુષ્ટ જણાઈ રહ્યા છે. જોકે, ૩૦ વર્ષથી આવતા કેટલાક અનુભવી યાત્રાળુઓ પાણીની વ્યવસ્થામાં વધુ ધ્યાન આપવાની માંગ કરી રહ્યા છે, જ્યારે અન્ય યાત્રાળુઓ વ્યવસ્થા પૂરતી હોવાનું માને છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત