Video: ગડકરી અને ફડણવીસના લોકશાહી મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર

મહારાષ્ટ્રના નાગપુરમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જોડાયા હતા. બંને નેતાઓએ લોકશાહી અને લોકતાંત્રિક સંસ્થાઓના રક્ષણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતા નિવેદનોની પણ ટીકા કરી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે કોંગ્રેસે ભૂતકાળમાં લોકોના મૂળભૂત અધિકારોનું હનન કર્યું હતું અને આંતરિક સુરક્ષા કાયદા હેઠળ લોકોને જેલમાં પૂર્યા હતા. આજે કોંગ્રેસ જ લોકશાહીની સુરક્ષાની વાત કરી રહી છે, જ્યારે સંસદની કામગીરી ખોરવવા અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવાનું કામ કરી રહી છે.
જાહેરાત







