મુંબઈથી 3,000 કિમી દૂર અરબ સાગરમાં ભારતીય નેવીનું દિલધડક રેસ્ક્યૂ: ચાંચિયાઓના કબજામાંથી 20 ક્રૂ મેમ્બર્સને છોડાવ્યા

મુંબઈથી 3,000 કિમી દૂર અરબ સાગરમાં ભારતીય નેવીનું દિલધડક રેસ્ક્યૂ: ચાંચિયાઓના કબજામાંથી 20 ક્રૂ મેમ્બર્સને છોડાવ્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતીય નેવી અને આર્મી વચ્ચેના અદ્ભુત સમન્વયથી અરબ સાગરમાં એક અત્યંત સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મુંબઈથી 3000 કિલોમીટરથી વધુ દૂર સમુદ્રમાં ભારે હથિયારોથી સજ્જ સમુદ્રી ચાંચિયાઓએ 'અજિની' નામની એક માછલી પકડવાના જહાજ અને તેના 20 ક્રૂ મેમ્બર્સને બંધક બનાવી લીધા હતા. નેવીએ 48 કલાક સુધી સતત ચાલેલા આ ઓપરેશન બાદ જહાજ અને તમામ 20 લોકોને સુરક્ષિત મુક્ત કરાવી લીધા છે.

INS કોલકાતા અને એરફોર્સની મોટી ભૂમિકા

આ સમગ્ર અભિયાનમાં ભારતીય એરફોર્સ તરફથી સમયસર મળેલી ચોક્કસ લોકેશન ઈનપુટ મદદરૂપ સાબિત થઈ હતી. આ માહિતીના આધારે નેવીના શક્તિશાળી વિધ્વંસક યુદ્ધજહાજ INS કોલકાતાએ સ્થળ પર પહોંચીને ચાંચિયાઓને ઘેરી લીધા હતા. નેવીના કમાન્ડોએ જહાજ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ચાંચિયાઓ પાસેથી હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો.

જાહેરાત

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કરી સરાહના

આ સફળ કામગીરી બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઓપરેશનની તસવીરો શેર કરતા નેવીના શૌર્ય અને તૈયારીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આપણા બહાદુર જવાનોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારત પાસે સમુદ્રી સુરક્ષા જાળવવાની, લોકોના જીવ બચાવવાની અને સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાની સંપૂર્ણ ક્ષમતા અને દ્રઢ સંકલ્પ છે.નકશા જુઓ

હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનું કડક પેટ્રોલિંગ

આ અગાઉ માર્ચ 2024માં પણ INS કોલકાતાએ ભારતીય કિનારેથી લગભગ 2600 કિલોમીટર દૂર 'MV રૂએન' જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું હતું, પરંતુ આ વખતનું ઓપરેશન તેના કરતા પણ વધુ અંતરે પાર પાડવામાં આવ્યું છે. દરિયાઈ લૂંટ અટકાવવા માટે ભારતીય નેવીએ 10થી વધુ યુદ્ધજહાજો તૈનાત કર્યા છે, જે અરબ સાગર, અદનનો અખાત અને આફ્રિકાના પૂર્વીય તટ પર સતત પેટ્રોલિંગ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત