હવે દર વર્ષે PUC કઢાવવાની ઝંઝટ ખતમ! સરકારે બદલ્યા નિયમો—જાણો તમારી કાર કે બાઈકનું PUC હવે કેટલા વર્ષ સુધી રહેશે માન્ય?

હવે દર વર્ષે PUC કઢાવવાની ઝંઝટ ખતમ! સરકારે બદલ્યા નિયમો—જાણો તમારી કાર કે બાઈકનું PUC હવે કેટલા વર્ષ સુધી રહેશે માન્ય?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કેન્દ્ર સરકારે દેશભરમાં વાહનોના પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટની વેલિડિટી (માન્યતા) અંગે નવા નિયમો જાહેર કર્યા છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા 13 નવેમ્બરે આ ફેરફારોનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નવા નિયમો હેઠળ BS-6 વાહન માલિકોને મોટી રાહત આપવામાં આવી છે, જ્યારે જૂના વાહનો માટે તપાસનો સમયગાળો ઘટાડી દેવામાં આવ્યો છે.

BS-6 વાહનોને મળી મોટી રાહત નવા નિયમો અનુસાર, અગાઉ મહત્તમ એક વર્ષ માટે જ PUC સર્ટિફિકેટ બનતું હતું, પરંતુ હવે BS-6 વાહનોની ઉંમર પ્રમાણે તેની વેલિડિટી નક્કી કરવામાં આવી છે:

જાહેરાત
વાહનની કેટેગરી (BS-6) વાહનની ઉંમર નવી PUC વેલિડિટી
પ્રાઈવેટ વાહનો 6 વર્ષ સુધી જૂના 3 વર્ષ
પ્રાઈવેટ વાહનો 6 થી 10 વર્ષ જૂના 1 વર્ષ
પ્રાઈવેટ વાહનો 10 વર્ષથી વધુ જૂના 6 મહિના
કોમર્શિયલ વાહનો 6 વર્ષ સુધી જૂના 2 વર્ષ
કોમર્શિયલ વાહનો 6 થી 10 વર્ષ જૂના 1 વર્ષ
કોમર્શિયલ વાહનો 10 વર્ષથી વધુ જૂના 6 મહિના

જૂના વાહનો (BS-1 થી BS-4) માટે શું છે નિયમ? જો તમારી પાસે BS-6 પહેલાના ધોરણો (Norms) ધરાવતું વાહન છે, તો હવે તમારે વધુ વખત પોલ્યુશન ચેક કરાવવું પડશે:

  • BS-4 વાહનો: આ વાહનો માટે PUC સર્ટિફિકેટની વેલિડિટી હવે 6 મહિના રહેશે.

  • BS-1, BS-2 અને BS-3 વાહનો: આ જૂના માનકો ધરાવતા વાહનોનું PUC સર્ટિફિકેટ માત્ર 3 મહિના માટે જ માન્ય રહેશે, એટલે કે દર ત્રણ મહિને તેને રિન્યુ કરાવવું પડશે.

રિન્યુઅલની તારીખ અંગે સ્પષ્ટતા

સેન્ટ્રલ મોટર વ્હીકલ (16મો સુધારો) રૂલ્સ, 2026 હેઠળ સર્ટિફિકેટ રિન્યુ કરાવવાની તારીખ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કોઈ વાહન માલિક વર્તમાન સર્ટિફિકેટ એક્સપાયર થવાના 10 દિવસ પહેલા તેને રિન્યુ કરાવે છે, તો નવું સર્ટિફિકેટ જૂનું સર્ટિફિકેટ એક્સપાયર થાય ત્યારથી જ અમલી ગણાશે. પરંતુ જો એક્સપાયર થયા બાદ રિન્યુ કરાવવામાં આવશે, તો તે જ દિવસથી નવું સર્ટિફિકેટ લાગુ થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત